UPSC Prelims Result 2022: યૂપીએસસી સિવિલ સર્વિસિઝ IAS પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર, આ લીંક વડે કરો ચેક

UPSC Prelims Result 2022: સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પ્રીલિમ્સ પરીક્ષા 2022 નું પરિણામ જાહેર કરી દીધું છે. રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને ચેક કરી શકાય છે. પરીક્ષાનું આયોજન 5 જૂન 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. યૂપીએસસી સીએસઇ પ્રીલિમ્સ રિઝલ્ટ સાથે-સાથે ભારતીય વન સેવા (પ્રિલિમિનરી) પરીક્ષા 2022 નું પરિણામ પણ જાહેર કરી દીધું છે.

UPSC Prelims Result 2022: યૂપીએસસી સિવિલ સર્વિસિઝ IAS પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર, આ લીંક વડે કરો ચેક

UPSC Prelims Result 2022: સંઘ લોક સેવા આયોગે સિવિલ સેવા પ્રીલિમ્સ પરીક્ષા 2022 નું પરિણામ જાહેર કરી દીધું છે. રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને ચેક કરી શકાય છે. પરીક્ષાનું આયોજન 5 જૂન 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. યૂપીએસસી સીએસઇ પ્રીલિમ્સ રિઝલ્ટ સાથે-સાથે ભારતીય વન સેવા (પ્રિલિમિનરી) પરીક્ષા 2022 નું પરિણામ પણ જાહેર કરી દીધું છે. વન સેવા પરીક્ષાના ઉમેદવાર પણ પોતાનું પરિણામ યૂપીસસીની વેબસાઇટ પર જઇને ચેક કરી શકો છો. સિવિલ સેવા પ્રિલિમિનરી પરીક્ષા અને વન સેવા પ્રિલિમિનરી પરીક્ષા કોમન હોય છે. ભારતીય વન સેવા પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં બેસવા માટે યૂપીએસસી સિવિલ સેવા પ્રીલિમ્સ પાસ કરવી પડે છે. સિવિલ સેવા પરીક્ષા 2022 દ્રારા કુલ 1011 પદો પર ભરતી થશે. 

યૂપીએસસી સિવિલ સેવા પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ ઉમેદવારોને હવે યૂપીએસસી મેન્સ પરીક્ષામાં બેસવું પડશે. મેન્સ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ડીએએફ-1 ભરવું પડશે. ડીએએફ-1 ભરવાનું શિડ્યૂલ પછી અલગથી પછી યૂપીએસસીની વેબસાઇટ પર જાહેર થશે. 

સિવિલ સેવા પ્રીલિમ્સ 2022 ના ઉમેદવારોના માર્ક્સ, કટઓફ અને આન્સર-કી આયોગની વેબસાઇટ upsc.gov.in પર સિવિલ સેવા પરીક્ષા ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ જાહેર થશે. 

UPSC Prelims 2022: આ સ્ટેપ્સને ફોલો કરતાં ચેક કરી શકો છો પરિણામ
સ્ટેપ 1- સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ  upsc.gov.in પર જાવ
સ્ટેપ 2- "UPSC Prelims 2022" લિંક પર ક્લિક કરો. 
સ્ટેપ 3- રોલ નંબર અને માંગવામાં આવેલી જાણકારી એન્ટર કરો. 
સ્ટેપ 4- પરિણા તમારી સામે હશે. 
સ્ટેપ 5- તેને ડાઉનલોડ કરી લો. 
સ્ટેપ 6- ભવિષ્ય માટે પ્રિંટઆઉટ લેવાનું ભૂલશો નહી. 

જો કોઇ અરજીકર્તાને રિઝલ્ટને લઇને કોઇ મુશ્કેલી છે તો તે યૂપીએસસીના ફોન નંબર 011-23385271/011- 23381125/011-23098543 પર સવારે 10 વાગ્યથી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત ધૌલપુર હાઉસ સ્થિત યૂપીએસસી ઓફિસમાં આવીને પણ સંપર્ક કરી શકો છો. 

યૂપીએસસી આઇએએસ, આઇએફએસ, આઇપીએસ, આઇઆરએસ સહિતની સિવિલ સેવાઓ માટે અધિકારીઓની પસંદ કરવા માટે દર વર્ષે ત્રણ તબક્કામાં પ્રિલિમિનરી, મુખ્ય અને ઇન્ટરવ્યું સિવિલ સેવા પરીક્ષા આયોજિત કરે છે. આ ભરતીમાં દર વર્ષે લગભગ 9 લાખ યુવાનો બેસે છે. 

યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષાના તમામ અરજીકર્તાને સૌથી પહેલાં પ્રીલિમ્સ પરીક્ષામાં બેસવાનું હોય છે. તેમાં પાસ થનાર ઉમેદવારોને મેન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. જે ઉમેદવાર મેન્સ પરીક્ષામાં પાસ થઇ જાય છે, તેમણે ઇન્ટરવ્યું (પર્સાનિલિટી ટેસ્ટ) માટે બોલાવવામાં આવે છે. ફાઇનલ મેરિટ લિસ્ટ ઇન્ટરવ્યું અને મેન્સ પરીક્ષામાં પ્રદર્શનના આધારે બને છે. મેન્સ પરીક્ષા 1750 માર્ક્સ અને ઇન્ટરવ્યું 275 માર્કસનું હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news